જો તમારો કોઈ દુશ્મન નથી તો એનો અર્થ એ છે કે તમે એ
જગ્યાએ પણ મૌન રહ્યા છો જ્યાં બોલવાનું બહુ જરૂરી હતું. ધ્યાન રાખવું કે દરેક વખતે મૌન એ તાકાત નથી. ક્યારેક અન્યાય સામે બોલવું પણ જરૂરી બની જાય છે.
દરેક વખતે મૌન રહેવાથી માનસિક શાંતિ તો ડહોળાય જ છે, સાથે સાથે સંબંધોમાં કડવાશ પણ ઊભી થાય છે. મૌન રહીને બહારથી ભલે આપણે શરણાગતિ સ્વીકારી લેતા હોઈએ છીએ, પરંતું અંદરથી તો સામેની વ્યક્તિ પ્રત્યે આપણે ધૃણા જ અનુભવતાં હોઈએ છીએ.
માટે દરેક વખતે મૌન તાકાત છે એવું માની લેવાની જરૂર નથી. ક્યારેક શબ્દો પણ તાકાત બની શકે છે.
#Strength