આંખોની નમીને પણ સમજે તે મા છે.
હૈયાની વાત વણકહી સમજે તે મા છે.
મારા થકી તેનું સર્વ જગત છે તે મા છે.
મારાથી પણ મને વધુ ઓળખે તે મા છે.
દરેક દુઃખમાં પાસે હોવાનો અહેસાસ તે મા છે.
છુપાવાના પ્રયત્ન મારા નિરર્થક તે મા છે.
નખરાં મારા જાણી નિર્ણાયક બને તે મા છે
વગર કારણે મારા પર ગુસ્સે થતી તે મા છે.
કારણ વગર હસીને વાત સંભાળી લેતી તે મા છે.
હોય જો હું નારાજ તો મને મનાવે તે મા છે.
નિષ્ફળતામાં હંમેશા મારી સાથે રહે તે મા છે.
થોડુ બેસૂરુ પોતાનું ગાયન ગાય છે તે મા છે.
આમ તો વિશાળ મન રાખે તે મા છે.
પણ દૂર હું જાઉં તો સંકોચાય તે મા છે.
વેદનાં જગતની સર્વ શ્રેષ્ઠ મિત્ર તે માં છે.