હક્ક કે ફરજ?
વૃદ્ધાશ્રમમાં દાખલ કરીને, પુત્ર ફરજ બજાવે છે
માબાપની મિલકત લેવા પોતાનો હક્ક જતાવે છે
નથી જાણતો એ પુત્ર માતાની એ મમતા ને!
એક માતા સંતાન પર ક્યારે હક્ક જતાવે છે?
મુક પ્રેમ પિતાનો છે, છતાં સંતાન બેફિકર રહે છે
નથી બજાવવી ફરજ એને, મિલકત માટે બાપને સતાવે છે
પ્રથમ હક્ક કે પ્રથમ ફરજ એ માટે હુંસાતુંસી ચાલે છે
ખાટી મીઠી નોંક જોક ,અંતે પુત્રની જીદ ચાલે છે
મોટી ઉંમરે માબાપને જોઈએ, શાંતિનું વાતાવરણ
એ શાંતિ આપવા, કોઈ પુત્ર વૃદ્ધાશ્રમ બનાવે છે
જીતે કોઈનો હક્ક કે કોઈની ફરજ,એ અસ્થાને લાગે છે
અંતે તો હાર મને સામાજિક,માનવજાતની દેખાય છે
- કૌશિક દવે
-Kaushik Dave