#_kisuu 💞

વાતો સાંભળી તારી હું મલકાઈ ગયો,
એ પ્રકૃતિ હું તુજ સૌંદર્ય માં જ સમાઈ ગયો.

રોજે અહીં સૂર્યનો પ્રકાશમય 'ઉદિત' થાય છે,
જોવાને આ પ્રકાશ વૃક્ષો પાગલ બની જાય છે.

વૃક્ષોના આ ગામડે વસે છે કેટલાય પશુ-પક્ષીઓ,
પણ આજ કાલથી એ માત્ર તારા જ ગીતો ગાય છે.

આ સૌંદર્ય માં જંગલ રૂપ શહેર પણ આવેલ છે,
એજ શહેર માં ડાલામથો સાવજ વખણાય છે.

જ્યાં ભાઈ ભાઈ ના વેરની કેટલીય વાતો થાય છે,
ત્યાં આ જગ માં માણસ અને પશુની મિત્રતા થાય છે.

કેટલા બધા ફૂલો રંગોથી રોજ શણગાર સજે છે,
એજ ફૂલો અવનવી મહેકથી તને મહેકાવી ઉઠે છે

કેટ કેટલી કરું પ્રશંસા તારી એમ જ મુંજાવ છું,
દર વખતે પ્રકૃતિ તારા સૌંદર્ય માં જ સમાવ છું.

#Nature

Gujarati Poem by Krishna Rajput : 111931355
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now