***ભૂલચૂક લેવી દેવી***
કરીએ હિસાબ પછી ભૂલચૂક લેવી દેવી
હટાવો નકાબ પછી ભૂલચૂક લેવી દેવી
અત્યારે છો ભાનમાં એટલે બરાબર
ઉપાડો શરાબ પછી ભૂલચૂક લેવી દેવી
બંધ પડીકું છે ક્યાં ખબર પડવાની
નીકળે ખરાબ પછી ભૂલચૂક લેવી દેવી
પહેલો ઘા પરમેશ્વરનો માનીને ચાલવું
દેખાડો રુઆબ પછી ભૂલચૂક લેવી દેવી
પૂછો તમારે પૂછવા હોય તેટલા સવાલ
આપ્યા જવાબ પછી ભૂલચૂક લેવી દેવી
જયકિશન દાણી
૧૩-૦૫-૨૦૨૪