નારાજગી સહુની સહી
સરળતાથી સહુને સમજાવે
ઊદાસીને અંતરમાં સમાવી
હોઠ પર હાસ્ય રેલાવે
મમતાની રેલમછેલ વહાવી
પાંપણ તળે અશ્રુ છુપાવે
કટુ વચનોને હસતા સહી
કડવા ઘૂંટ ઘૂંટડે પી જાવે
પતિ અને બાળકો સમક્ષ
હુબહુ કિરદાર નિભાવે
ઈશ્વર પણ માની આગળ
શ્રધ્ધાથી શિશ નમાવે…
-કામિની