બહાર થી દેખાય, એટલા ભીતરથી રૂપાળા નથી હોતા .
સબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા .
ભૂલી જાઓ, કે તમારો સૂર્ય મધ્યાને હતો એક દિવસ ,
આથમતા સુરજ ના, કંઈ બહુ અજવાળા નથી હોતા .
અવગણના થાય, તો આંખ આડા કાન કરજો પ્રેમથી ,
એવું ઘર ક્યાં મળે, કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા .
ઉંમર ભલે વધે, પણ અભરખા થોડા ઓછા રાખજો ,
જપી જાવ, પહેલા જેવા યૌવનના ઉછાળા નથી હોતા .
અહમ ઘવાશે, ક્યારેક ઈગો
પણ ટકરાશે આવેશમાં ,
સ્વમાન સાચવજો, સહુ કઈ સંયમવાળા નથી હોતા .
અફસોસમાં નીકળી જશે આયખું આખું, એમ ને એમ
માણો મન ભરી, જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા.
મિત્રો . . . ! જીંદગી અને ગણિત ને જોડશો તો ખાશો ખતા ,
લેણદેણ હશે તો લેશો, બાકી 'શૂન્ય' ના સરવાળા નથી હોતા . . . !!
શૂન્ય પાલનપુરી. 🙏🏻