નારી......
નારી સાડી માં બહુ જ સારી લાગે છે,
નારી ભારતની બહુ જ સારી લાગે છે.
સાડીની પાટલીઓ વાળે,જાણે ખીલે ગુલાબની કળીઓ,
પાલવનો છેડો માથે જે ઓઢતી નારી બહુ સારી લાગે છે.
સાડીઓ પહેરવાના પ્રકારો હોઈ છે ઘણા બધા પણ,
ગુજરાતી સાડી પહેરતી એ નારી બહુ સારી લાગે છે.
રંગ તો ઘણા બધા રંગાયા હોય છે સાડીઓમાં, પણ
લાલ કલરથી રંગેલી સાડી નારી ને બહુ સારી લાગે છે.
સાડી નો જેને હોય શોખ, એને વ્હાલો હોય એનો દેશ,
ભારત માતા બનતી નારી સફેદ સાડીમા બહુ સારી લાગે છે.
🖋️ બિના આહિર