ગઝલ ભૈરવી
અમર આશા.
કહીં. લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે;
ખફા ખંજર સનમનાં રહમ ઉંડી લપાઇ છે ;… કહીં ૧
જુદાઈ ઝીંદગીભરની, કરી રો રો બધી કાઢી,
રહી ગઇ વસ્લની આશા,અગર ગરદન કપાઇ છે… કહીં. ૨
ઘડી ના વસ્લની આવી,સનમ પણ. છેતરી ચાલી,
હજારો રાત વાતોમાં, ગુમાવી એ કમાઇ છે …કહીં ૩
ઝખમ દુનિયાં ઝબાનોના મુસિબત મોતના. ખંજર,
કતલમાં. એ. કદમબોસી ઉપર ક્યામત. ખુદાઇ છે…. કહીં ૪ ઘ
શમા. પર. જાય પરવાના; મરે. શીરીન ઉપર ફરહાદ ,
અગમ. ગમની. ખરાબીમાં. મઝેદારી. લુટાઇ. છે. કહીં. ૫
ફના. કરવું. ફના થાવું. ફનામાં. હુ. છુપાઇ. છે. સહુ છુપાઇ છે
મરીને. જીવવાનો. મંત્ર દિલબરની. દુહાાઇ છે …કહીં. ૬
ઝહરનું જામ લે શોધી ખુશીથી પીલે. તું
સનમના હાથની. છેલ્લી હકીકતની. રફાઇ. …કહી ૭
સદા. દિલના. તડપવામાં સનમની. રાહ. રાહ. રોશન. છે
તડપતે. તૂટતાં. અંદર. ખડી. માશૂક. સાંઇ. છે …કહીં ૮
ચમનમાં. આવીને. ઉભો. ગુલોપર. આફ્રિન. થઇ. તું
ગુલોના. ખારથી. બચતાં. બદનગુલને. નવાણ. છે…૯
હજારો ઑલિયા મુરશિદ. ગયા માશૂકમાં. ડુબી,
ન ડુબ્યાં તે -મુંઆ એવી કલમો સખ્ત. કાંઇ. છે…કહીં
સૌજન્ય: વોટ્સએપ્સ 🙏