ll ખોબે ખાળવા ll
જેને શોધવા હું એક લગ્ન સમારંભમાં ગયો હતો !
એને જોઈ ખરી પણ એણે મને ના જોયો હતો !!!
સડસડાટ મંદિર ગયો,એને પામવા પ્રાર્થના કરવા !
કેમકે લગ્ન એનાં હતાં એ મને મંદિર આવી મળવા !
તલ્લીન હું એને પામવા પ્રભુને વિનવણી કરવામાં !
આંખોએ આંસુ ખંખેર્યાં,ઉભી હતી ખોબે ખાળવા !!
હા પ્રિયા! તારું વચન તેં પૂરું કર્યું! મારાં કર્મ કાચ્ચાં!
આ ભવ નહીં મળીએ આમ જીવીશ વર્ષ હું ઝાઝાં !
તારાં માંડવે શોધે છે,તું જા.તું.તું..જા,પછી વાત કે'વા !
બોલી હિંમત એકઠી કરીને એ માંડ બે શબ્દો એવા !
હું પ્રેમ કરું છું,હું પ્રેમ કરું છું,ફક્ત મારા જ કાન્હા !શરીર એનું હોય ભલે લઇ જાય,હું તારી છું,વ્હાલા..
- વાત્ત્સલ્ય
(નોંધ:પીક.પ્રતીકાત્મક છે)