બહુ ભારે હોય છે યાદોનું પડીકું.
ક્યારેક ખુશી તો ક્યારેક આંસું,
ક્યારેક હતાશા તો ક્યારેક ઉદ્વેગ,
ક્યારેક અણબનાવ, દુશ્મની,
તો ક્યારેક મજબૂત બંધનો લાવે છે,
આ અદ્રશ્ય પડીકું યાદોનું.
વીતેલી ક્ષણોનું સરવૈયું કઢાવે,
આ યાદોનું પડીકું...
વર્તમાનમાં રહી ભૂતકાળની સફર કરાવે,
આ યાદોનું પડીકું...
કરો લાખ પ્રયત્ન દૂર જવાનો,
જકડી રાખશે તમને,
આ યાદોનું પડીકું.
-Tr. Mrs. Snehal Jani