ગઝલ
એક રાજા હતો એક રાણી હતી
એ તો તારી ને મારી કહાણી હતી
ક્યાં હું ભુલો પડ્યો એ ખબરના પડી
મારી તો વાટ આખી અજાણી હતી
માત્ર એના અનુભવ થયા સૌ નવા
પ્રીત તો એની સાથે પુરાણી હતી
જિંદગી ના મેં દિવસો જ ખર્ચ્યા કર્યા
જિંદગીમાં ક્યાં બીજી કમાણી હતી
એક ચાદર હતી આભની ઓઢવા
રાતના જોયું તો યે કાણી હતી
ભવ્ય કેવું હતું મોત ‘બેફામ’ નું
ભેદી ને દુશ્મનોમાં ઉજાણી હતી.
બરકત વિરાણી’બેફામ’
❤️