અમે બંને ત્યાં બેસીને, એ દરિયાને નિહાળી રહ્યા હતા,
એને ખબર હતી કે મને દરિયાકાંઠે બેસીને એને જોયા કરવું, એનામાં ખોવાઈ જવું ગમે છે., પણ કેમ ? એ નહતી ખબર.
એટલે એને આજે કૌતુકથી મને પુછીજ લીધું.,
કેમ તને આ દરિયામાં ખોવાઈ જવું આટલું બધું ગમે છે?
મેં વિચાર્યું, આનો જવાબ ખાલી એક સ્મિતથી જ આપી દઉં...
પણ છતાં પણ મે એને મારી ભાવનાને શબ્દોમાં વર્ણન કરવા પ્રયત્ન કર્યો,
મેં કહ્યું,
બધાને આ દરિયાના અવાજમાં કદાચ ઘોંઘાટ સંભળાતો હશે,
મને એના અવાજમાં વિરહની વેદનાનો ચિત્કાર સંભળાય છે.
લોકોને કદાચ આ દરિયાના મોજાને ઉછળતા જોઈ ભય લાગતો હશે,
મને એની આ લેહરોમાં આઝાદીનો અનુભવ થાય છે.
સર્વે વિચારતા હશે, કે દરિયાનું પાણી ઘણું ઊંડું હશે.
મને આ ઊંડાઈમાં એની મહાનતા ને એકલતા દેખાય છે.
દરિયાનો આરંભ સૌ કોઈ જોઈ શકે છે, પણ વિચારે છે કે કયાં અંત થતો હશે?
હું એનામાં જ્યારે નદીઓને ભળતા જોઉં છું, મને એમાં મિલનના ઉત્સાહ નો આરંભ દેખાય છે.
લોકો એ દરિયાને જોવે છે, જે એમને દેખાય છે. - જેમ કે
વાદળી, ઉછળ કુદ કરતો, ઊંડો, ભયાવહ ને ઘોંઘાટ કરતો.
પણ હું જ્યારે એની સામે આમ બેસીને એને નિહાળું છું તો મને લાગે છે કે હું એને ઓળખું છું...
શાંત, પ્રેમાળ, ક્યારેક વિહવળ, મહાન અને મળવા માટે તત્પર.
....એને પછી થોડો સમય એને મને અને દરિયાને જોયા કર્યું, કદાચ એ મારી દ્રષ્ટિએ એને જોવા માંગતો હશે.....અને હું એના ખભા પર માથું ઢાળીને મારા દરિયામાં ફરી ખોવાઈ ગઈ....
@j