ચાલ, હું તને સમજાવું ભીડમાં એકલતા
રોજ ઘરેથી નીકળું ને દિલમાં એક ઉમ્મીદ
મારા રસ્તામાં ક્યારેક, ક્યાંક મને તું મળે
સતત આંખો આજુબાજુ તને જ શોધે
જાણું છું કે આ રાહમાં તું ક્યારેય ન મળે
ફક્ત તને જોવા દિલ ને મન બંને એક
બંને આંખોને કહે તું જો ક્યાંક તો હશે
મારું શહેર તારું નથી ખબર હોવા છતાં
રોજ ઘરેથી નીકળું જાણે તને જ જોવા
દિ આથમતાં જાણે આથમે મારા સપના
રાતના અંધકારમાં આંસુ વહાવીને
સવારે હસતા મોઢે નીકળું ફરી શોધવા
-Mir