ભીડમાં એકલતા કેવી હોય કોઈ ન સમજે
હસતી આંખોની પાછળનું દર્દ કોઈ ન કળે
જે મળે સૌ કહે કર ન ફિકર અમે છે સાથે
કેમ કરું વિશ્વાસ તેં જ કહ્યું હતું બધા છળે
દુનિયાના છળકપટથી બચવા તું જોઈએ મને
ન જા દૂર આમ કંઈ પણ કહ્યા વગર તું મને
તેં પણ તો કહ્યું હતું છું હંમેશા તુજ સંગાથે
પલમાં ખોવાયો તું આ સમાજના ગભરાટે
એક અંતિમ અપેક્ષા આ જીવનથી છે મને
અદ્રશ્ય સમીરની જેમ તું વીંટળાઈ જા મને
-Mir