વચનો પરથી ચલિત થઈ જતા આજ ના શાસકો,
વચન ખાતર સિંહાસન છોડતા રામની કસમ ખાય.
વેષ અત્યારે ધારણ કરે છે નેતાઓ ભગવાન રામનો,
પણ ભીતર ભીતર તેમની અંદર મને રાવણ દેખાય.
સપના બતાવે છે આજ કાલ એ રામરાજ્યના અહીં,
ખરા રામરાજ્યની હત્યા કરી એ લોકો જો હરખાય.
અને ઘરના જ વિભીષણ મળી ગયા છે ગદ્દારો સાથે,
બાકી સોનાનો આ વાઘ એમ થોડું વર્ષો સુધી લૂંટાય.
ઘણા કહી રહ્યા છે કાલ્પનિક છે શ્રીરામનું અસ્તિત્વ,
બાપના સબૂત માંગતા બોલો કઈ રીતે અહીં ચૂંટાય.
ને શૂર્ણપંખાની બોલબાલા છે માતા સીતાના દેશમાં,
મનોજ તમે જ કહો કેટલી શૂર્ણપંખાના નાક કપાય?
મનોજ સંતોકી માનસ