એ નિરર્થક વાતને ઘૂંટયા કરે,
જીંદગી એ રીતથી જીવ્યા કરે…
ગૂંચનો પણ ખ્યાલ તો આવ્યો નહીં,
ને સતત એ જીંદગી ગૂંથ્યા કરે…
મીણબત્તી એમણે બૂઝવી દીધી,
ને પછી દિવાસળી શોધ્યા કરે…
જાણ ખુદની છે છંતાયે એ હજુ,
અન્યને પોતા વિશે પૂછયા કરે…
જીવવાનું છે અહિં ઘોંઘાટમાં,
લાગણીને એ સતત પીંજયા કરે…
Categories: કવિતા, ગઝલ, મેઘબિંદુ