વાડ વિના વેલો ના ચડે
(ગુજરાતી કહેવતો પરથી લાધવિકા)
“કમલેશ, તું તો રહેવા જ દે, તારું તો ઉજજડ ગામમાં એરંડો પ્રધાન જેવું કામકાજ છે. તારી વાત માનીએ તો તો આબરૂના કાંકરા થાય."
"સરપંચ, એમ મારે કાંઈ ઉતાવળે આંબા નથી પાકયા, મેં આ કામ માટે આભ ને જમીન એક કયા છે."
"તો પણ બેટા, ઉધમ વિનાનું નસીબ પાંગળું જ રહેવાય, તારી વાત ગામવાળા માને એટલે ઉપર આભ ને નીચે ધરતી જ સમજી લેવાનું.” એક ડોહા ઉધરસ ખાતા ખાતા બોલ્યા.
*બોલ્યો. બાર વર્ષે બાવો બોલ્યો, કાલે તમારા ફળિયામાં વાત કરી ત્યારે તો તમે રાજી હતા અને આજે? તમારો તો એક પગ દૂધમાં ને એક દહીમાં જ રહેવાનો.”
"કમાં, તું આ બધુ રહેવા દે, કજિયાનું મોઢું હમેશા કાળું જ રહે.” નબુબા છિકણી સુધતા સુધતાં બોલ્યા
"શાસ્ત્રોમાં ચોખ્ખી મનાઈ આપી છે છોકરા, ઘરમાં જાજરૂ ના હોય એ પાપ કહેવાઈ પાપ અમે જીવ્યા કરતાં વધુ જોયું છે. તારી વાત માનીને આખું ગામ ઉલમાંથી સુલમાં પડયું તો? અત્યારે આખું ગામ સુખી છે ઘરે ઘરે ઘી ના દીવા બળે છે, હસી ઠઠોળી થાય છે. ભગવાનના નામ લેવાઈ છે તો પછી રામ રાખે તેને કોણ ચાખે.”સરપસે કડકાઈથી કહ્યું.
“સાચું જ કહ્યું છે આપણા પૂર્વજોએ, કાગડો ગમે તેટલો ઉજળો થાય એ હસ ના બને કપાળ પ્રમાણે ટીલું કરાઈ પણ એ વાત હું અહિયાં ભુલી ગયો. અત્યારે તમને મારી વાત નકામી લાગે છે ને પણ યાદ રાખજો કડવું ઓશડ મા જ પાય બાજુના ગામમાં જે લાખાની છોકરી પરોઢિયે ખેતરે ગઈ અને નરાધમોએ પીખી નાખી ભગવાન ના કરે કે એવું આ ગામની કોઈ છોકરી સાથે થાય, ચેતતા નર સદા સુખી. બાકી તો રાંડયા પછીનું ડહાપણ નકામું"
~ મહેન્દ્ર કાચરિયા