"પાનખર"
એક પાંદડું મળ્યું રસ્તે ચાલતું એકલું સફરે મજાનું,
હું હતું સુંદર મજાનું સુશોભિત જીવને અમારા .
ફૂલોની દોસ્તી ને ફળોની નજાકત પવને મજાની,
ભમરાનું ગુંજન ને પતંગિયાનું ભજન કવને અમારી.
છાયડાંની માયા ને ખોખરવા છટાં અમને મજાની,
પંખીડાનું ગાન ને વરસાદી વાંસળી ગુંજને અમારી.
પાનખરની રીધમ ઢોળાઈ ગયું જીવન ચમને મજાનું,
પાનખરે જગ્યા નવી કૂપણને રિવાજ મરણે અમારા.
Nikymalay