સાચ પણ હવે કાચ મહીં ભળતો લાગે મને,
મારા જ દિલનો અવાજ છળતો લાગે મને.
રફુ કરી કરીને થાકી તોય ફાટતું જીવનવસ્ત્ર,
સોયદોરો પેલા છિદ્રો સાથે મળતો લાગે મને.
મંદિરમાં બેઠાં પછીયે મનને શાંતિ કાં નથી ?
ભરોશો ભારી ઈત્તરભીતર બળતો લાગે મને.
ધોધમાર વરસાવ્યો વ્હાલ તોય ન ઉભરાયો,
ખોબો તુજ હૃદયનો આજ ગળતો લાગે મને.
રોજ રોજ ઉદાસી ઓઢીને આવી રહી સાંજ,
સમજદારીનો સૂરજેય હવે ઢળતો લાગે મને...
~ પ્રિયંકા કટારીયા 'સરગમ'
-Priyanka Chauhan