એક દિ' શ્વાસ થંભશે ને
રૂંધાય જશે સર્વ જફાઓ,
હતું શું ને મેળવ્યું શું ?
એના હિસાબો ઉધાય ખાશે.
અંશથી અંત સુધીની વાટ
મેળામણ સભર હતી,
ધોળી ચાદર ઓઢી પંથ
એકલવાયો રહી જાશે.
કોઈ દિ ' જપ ન હતો
કૈક પામવાની રાહમાં,
એ સ્વપ્ના રાખ બની રહી જાશે.
-ભૂપેન પટેલ અજ્ઞાત