મારી બલ્કની મારામાં રહેલા ગામને જીવતું રાખે ..
એમાં ખીલતું ગુલાબ આંગણાં ના વિરહથી સર્જાયેલો ખાલીપો ભરે...
એમાંથી હું જ્યારે તારાં અને આસમાન જોઉં...ત્યારે
એ અગાશીની ગરજ સારે...
એનાં ઝુલા પર બેસી હું નીકળી જાઉં મારાં
ગામની લટારે...
આ બાલ્કની જ તો યંત્રવત જિંદગીમાં,
મારાં માણસ હોવાપણાંને ટપારે.
@ ડો.ચાંદની અગ્રાવત
-Dr.Chandni Agravat