થાકીને સૂતી હતી ખુરશી પર...
ત્યાં આવીને ચૂમી ગયું કોઈ ગાલ પર..
તેના ભીનાં હોઠથી ભીનાં થયા મારા ગાલ..
'મૌસમ'ને હેત ઉભરાયું તેને કરવાને વ્હાલ...
આમતેમ નજર ફેરવી તેને શોધવા કાજે..
ક્યાંય ન દેખાયું કોઈ મારી નજર સામે..
મારી ખુરશી પાછળ કઈક સળવળાટ થયો..
ખિલખિલાટ કરતો તેનો અવાજ સંભળાયો..
ઊભા થઈ મેં પાછળ જોયું..
દીકરીનું હસતું મોઢું જોયું..
તેની મુસ્કાન જોઈ સ્નેહ ઉભરાયું..
ઘણા પ્રેમથી તેને ચૂમી લેવાયું...
દોડધામથી થાકી ગયેલું મારુ તન...
દીકરીના વ્હાલથી હરખી ગયું મારુ મન...😊
-Mausam