પ્રભુ..આ તે કેવી રચના તારી...?
તારા જ સંતાનને મુશ્કેલી ઘણી...!
અંધશ્રદ્ધાનો કોઈ પાર નથી..ને...!
શ્રદ્ધાને કોઈ સ્થાન નથી...!
તને છપ્પન ભોગ ચડે ને...!
ભૂખ્યા અન્ન માટે ટળવળે...!
તું કરે સ્નાન રોજ દુગ્ધથી...ને...!
ગરીબને મોઢે છાસ પણ નહીં...!
તને ચડે વસ્ત્ર સુવર્ણ કેરા..ને..!
કોઈકને તન ઢાંકવા લૂગડું ન મળે..!
તું આલિશાન મંદિરમાં રહે..ને..!
તારા જ સંતાન ઠંડીમાં થરથરે..!
પ્રભુ..! તું ખુશ છે અમીરોની સેવા ચાકરી થી..?
ને ગરીબોની તકલીફોથી..?
મૌસમ પૂછે..કાં..મૌન ધરી બેઠો છે આરામથી..?
-Mausam