પ્રેમ...સ્નેહ...પ્યાર...ઈશ્ક...
બે આખા ને એક અડધો અક્ષર મળે તો બને પ્રેમ..!
એકબીજા વગર અડધા અડધા થઈ જાય તે છે પ્રેમ...!
તકલીફ હોય મને ને દર્દ થાય તને તે છે પ્રેમ...!
મુસ્કાન હોય તારી ને ખુશ થાઉં હું તે છે પ્રેમ...!
વણ શબ્દે વાતો થાય ને મનડું મલકાઈ જાય તે છે પ્રેમ...!
સંગાથ હોય તારો ત્યારે હૈયું હરખાઈ જાય તે છે પ્રેમ...!
ગજબ છે આ બે દિલો વચ્ચેનું બંધન મૌસમ..!
હું ખુદને ભૂલી જાઉં ને તારું ધ્યાન રાખું તે છે પ્રેમ...!
-Mausam