સ્ત્રીઓનો શું વાંક છે..?
ક્યાંક દહેજ ન દેવાથી સાસરીમાં દીકરી પીડાય છે..
ક્યાંક દારૂડિયા અને જુગરિયા પતિથી પત્ની પીડાય છે..
ક્યાંક હવસખોરના ત્રાસથી નાની બાળકીઓ પીડાય છે..
ક્યાંક લાલચખોરોથી અપહરણ થયેલ યુવતી પીડાય છે..
ક્યાંક ગર્ભમાં દીકરી મારવા મજબૂર માતા પીડાય છે..
ક્યાંક સંતાનોના વ્યવહારથી ઘરડી મા પીડાય છે..
ક્યાંક દીકરા દીકરીના ભેદભાવમથી ઘરમાં બહેન પીડાય છે..
આમાં લોકોના સ્વાર્થને કારણે પીડાતી સ્ત્રીઓનો શું વાંક..?
-Mausam