મારો જીવ બળે છે
જ્યાંરે જોઉં છું...
ભિક્ષુકના વેશમાં આળસુ માણસો બેઠાં છે.
ને બચ્ચાઓ ચાની લારી પર કામ કરે છે.
મને ગુસ્સો આવે છે
જ્યારે સાંભળું છું
મોટા અધિકારીઓ લાખોની લાંચ લે છે
ને આરોપ નિર્દોષ કર્મચારીઓ પર આવે છે
મને દુઃખ થાય છે
જ્યારે જોઉં છું...
ગરીબોના છોકરાં ભૂખે મરે છે
ને અમીરો અન્નનો બગાડ કરે છે
મને ઘણીવાર વિચાર આવે છે
જ્યારે આ બધું જોઉં-સાંભળું છું..
શું આમાં કોઈ બદલાવ ન આવી શકે..?
શુ દરેકનું હિત થાય તેવી નીતિ ન બની શકે...?
-Mausam