જિંદગી તું પણ અજીબ છે.
ક્યારેક હસાવે છે, ક્યારેક રડાવે છે.
જિંદગી તું પણ અજીબ છે.
☺️તું એવું રંગમંચ છે, જ્યાં સુંદર હાસ્ય સાથે,
બધાં દુઃખ દિલમાં દબાવી દેવાય છે...
જિંદગી તું પણ અજીબ છે.
🤗ક્યાંક બીજાથી આગળ ભાગવાની હોડ ચાલે,
તો ક્યાંક અટકીને કોઈની રાહ જોવા છે..
જિંદગી તું પણ અજીબ છે.
😊 ગમતું બધું મળતું નથી જીવનમાં તોયે,
જે મળ્યું એનો પણ ક્યાં આંનદ ઓછો છે?...
જિંદગી તું પણ અજીબ છે.
🌺ગમતાનો કરીયે ગુલાલ એક બીજા સાથે,
બાકી તકલીફો તો ક્યાં કોઈને ઓછી છે..
જિંદગી તું પણ અજીબ છે.
😍જિંદગી તું પણ ઘણી સુંદર લાગે,જ્યારે પોતાના હોય સાથે,
બાકી એકલું એકલું તો ક્યાં કોઈને સારું લાગે છે?...
જિંદગી તું પણ અજીબ છે.....🤗😊
-Mausam