પ્રેમ લક્ષણા ભક્તિ
રંગાયું અંગ અંગ પછી ઓળખાયું ક્યાં?
છાંટી ગયા ગુલાલ પછી જિવાયું ક્યાં?
અંતર હતું જે બેઉ વચાળે કપાયું ક્યાં?
ઊભા હતા સમીપ છતાં આલિંગાયું ક્યાં ?
તોફાન, દરિયો, નાવ ને નાવિક બધું હતું,
તૈયારી પણ હતી ડૂબવાને, ડૂબાયું ક્યાં?
એ ઝંખના તારી મને કેવી રહી હશે ,
કે નામ તારું દિલથી હજીયે ભૂંસાયું ક્યા?
ના સહેલ એ બનાવ હતો એમ ભૂલવો,
કે રાતભર પછી ઊંઘી શકાયું ક્યાં ?
રાધા ને મીરાની ભળી દીવાનગી પછી,
એ પ્રેમલક્ષણા ભક્તિમાંથી છૂટ્યું ક્યાં?
સૌજન્ય:- નિશિ 🙏