હું અને મારા અહેસાસ
એપ્રિલફૂલ બનાવવાનું રહેવા દો,
ખોટી અફવાઓ ફેલાતી રહેવા દો.
મહિનાઓ પ્લેનની માફક ઊડે છે,
જિંદગી સમય ની સાથે વહેવા દો.
સુખ અને દુઃખ તો ચાલ્યાં જ કરે,
હસતાં રમતાં ચૂપચાપ સહેવા દો
દુનિયા છે કઈ તો કહેવાની છે તો,
બધું સ્વીકારીને મૌન પહેવા દો.
વણઝારા ની જેમ જગમાં જીવો,
જેમ છે તેમને તેમ તહેવા દો.
સખી
દર્શિતા બાબુભાઇ શાહ