બુદ્ધિનો અર્થ એ નથી કે આપણાને બધું યાદ રહે છે અને જરૂર પડે પોપટની જેમ રિપીટ કરતા રહીએ. બુદ્ધિનો અર્થ અનુભવમાંથી શીખવું, સમસ્યાઓનું સમાધાન શોધવું અને નવીન પરિસ્થિતિમાં અનુકૂલન શોધવાનો થાય છે. એટલા માટે તમે શું અને કેટલું ભણ્યા છો તે બુદ્ધિનો માપદંડ નથીએક બુદ્ધિશાળી વ્યક્તિ શિક્ષણની બાબતમાં કમજોર હોય અને શૈક્ષણિક રીતે બહેતર વ્યક્તિ બુદ્ધિમાં કમતર હોય તેવું બને.બુદ્ધિની કોઈ એકલ વ્યાખ્યા નથી. તે અનેક ક્ષમતાઓનું મિશ્રણ છે. અમુક વ્યક્તિમાં આ બધી ક્ષમતા હોય, અમુકમાં ઓછી હોય.
જેમ કે -
૧. ભાષાકીય બુદ્ધિ: વાંચવા, લખવા અને બોલવાની ક્ષમતા
૨. તાર્કીક બુદ્ધિ: કોઈ વાત કે સમસ્યાને તાર્કીક રીતે સમજવા અને સમાધાન શોધવાની ક્ષમતા
૩. શારિરીક બુદ્ધિ: શરીરની મૂવમેન્ટનું નિયંત્રણ અને સંચાલન કરવાની ક્ષમતા
૪. સંગીતમય બુદ્ધિ: સૂરને સમજવા અને આનંદ લેવાની ક્ષમતા
૫. પારસ્પરિક બુદ્ધિ: બીજા લોકો સાથે અસરકારક રીતે વાતચીત કરવાની અને સમજવાની ક્ષમતા
૬. વ્યક્તિગત બુદ્ધિ: પોતાની જાતને, પોતાની લાગણીઓ, વિચારો અને મોટિવેશન્સને સમજવાની ક્ષમતા