"બા"
વળાવી આવ્યા અમે બા ને ,
તારા હાથની કરચલીઓ જાણે
જીવનની ઝંઝાળ છોડતી.
થઈ ગયો રણકારનો સુનકાર
તમ ખોળિયાનો જીવ અમ યાદે.
બારણું જાણે સુનું થઈ ગયું કમાડે,
ડુસકે ચડી ઘરની દિવાલ બધી.
સૂનકાર થઈ મંદિર ઘંટડી,
તારી વહાલી વસ્તુઓ બધી રડતી હતી એકલી.
તારા હેતનો હાથ જો ફરે,
ન રહે થાકનોય એ થાક કદી.
તારી મમતાની માયા જાણે ,
હેતના સંબંધે બંધાયેલી છાયા.
દીકરી અવસરે વળાવી હતી પિતાએ,
આજ ફરીવાર વળાવી અમે તને ચોરેથી.
nikymalay