"ધૂળ"
જન્મો જનમથી તારા પગમાં રખડું છું,
પગ તારો ઉપડે ને છાપ મારી રગડું છું.
વંટોળિયાના સાથમા ઢગલામાં ઉડુ છું,
જો માનો પવિત્ર તો કપાળે વળગું છું.
ન આંકો મારું મૂલ્ય, છે ઘણુ કિંમતી,
છતાં ધૂળના નામે કરમથી ભટકું છું.
ધૂણીની ખાખને સ્મશાનની રાખ છુ,
પેટાળનો પોપડો બનીનેય હરખું છું .
પવનની સાથે ઉડતી ગમે ત્યાં ફરું છું,
જો આંખ તારી કરડે તો હું ખટકુ છુ !
જીવ શાને કર નફરત મુજને શાશ્વત છું,
તારા નશ્વર દેહમાં અક્ષર થઈ મલકું છું.
nikymalay