સ્વયંને ઓળખવામાં , પારખવામાં થાપ ખાઈ બેઠાં .
તારામાં હતું કૈંક ' જે ' પામવામાં કેટલુંયે ખોઈ બેઠાં .
ઉલેચી દરિયો મોતી શોધવાની નાહક ભૂલ કરી બેઠા .
હા ; ખળખળ વહેતી નદીમાં થોડી તૃષ્ણા ખોઈ બેઠાં .
ભીતર અજંપાભરી રાતોં , પડછાયો છે ને દિવસભર ,
ઉઘાડી બારીમાં લજામણી ગોષ્ઠિ અડાબીડ કરી બેઠાં .
સમજાયું છે ! સહિયારું સર્જન કદીયે બનતું જ નથી ,
તરસ્યા રહીનેય , પ્યાલો ધરવાની કેવી પ્રથા કરી બેઠાં .
બદલાયેલા શબ્દો ખુચ્યા કરે છે , ઘટના ઘટી હશે કેમ ,
ક્ષણ સાચવવાની જવાબદારી કોણ કોણ ગુમાવી બેઠા ?
રંજ નથી જ જરાકેય , મુજને જ વળગી પડ્યા સ્પંદન ,
સપનાં હકીકત થતાં હશે ! જાણીને પ્રાર્થના કરી બેઠાં .
જગતમાં જડ્યો નહીં એકેય જવાબ , માની લઇશ ને ,
' એ જિંદગી ' સ્નેહમાં સહિયારું સુખ હશે માની બેઠાં .
💔