🏵️આજે વિશ્વ જળ દિવસ 🐬

"દર વર્ષની ૨૨ માર્ચ એટલે વિશ્વ જળ દિવસ."
🙏
પાણી એ ધરતીની સંજીવની છે.પાણી વગર મંગળ,ચંદ્ર,સૂર્ય કે નભ મંડળના તારાઓ નિર્જીવ છે.ધરતી સિવાય કયાંય પાણી નથી.માટે પાણીને ક્યારેય ના વેડફો.પાણી થકી આ પૃથા પર જીવન હર્યુંભર્યું છે.
આપણે મિનિમમ વ્યક્તિદીઠ રોજ આટલું પાણી વાપરીએ છીએ.એક વ્યક્તિ ૪ લીટર પીવા,૫ લીટર દાતણ બ્રશ માટે,૧૦ લીટર વોશરૂમ,૨૦ લીટર ન્હાવા,૫૦ લીટર એક જોડ કપડાં ધોવા,૫ લીટર રસોઈ રાંધવા(ચા,સાંજ સવાર રસોઈ સાથે)= ૯૪ લીટર એટલે કે
૧૦૦ લીટર પાણી એક વ્યક્તિની દરરોજ ઓછામાં ઓછી જરૂરિયાત છે.
આજના પેય જળ બોટલનો ભાવ આપણા ગુજરાતમાં ૨૦ ₹ લીટર છે.
૧૦૦ લીટર પાણી × ૨૦ ₹/લી.ભાવ
કુલ ₹ ૨૦૦૦ દરરોજનો પાણીનો ખર્ચ
૩૦ દિવસનો ખર્ચ ₹ ૬૦૦૦૦
તેમજ
એક વર્ષનો એક વ્યક્તિનો માત્ર પાણીનો ખર્ચ
₹ ૭,૩૦,૦૦૦
આપણા આયુષ્યને માત્ર ૮૦ વરસ સરાસરી ગણીયે તો
₹ ૫૮૪૦૦૦૦૦ થાય 🙄
તો વિચારી જુઓ....🤔
☹️આ મૂલ્યવાન પાણી હવે વેડફશો?☹️

આ માત્ર એક વ્યક્તિની પાણીની ગણતરી કરી.આ સિવાય ઘરનો ગાર્ડન,ઘરનો પોતાં ઓટલાનો વપરાશ,ઢોર,ખેતી-પીયત માટે વપરાતો જથ્થો,નળ લીક હોય ત્યારે વેફફાતો પાણી જથ્થો,પાઇપ ફાટી ગઇ હોય તે પાણીનો વ્યય અને ખેતરમાં વણ જોતો પીયતનો જથ્થો ગણીશું તો સરકારનું માથું 😛ફાટી જશે.
સારું છે કે આપણા નેતાઓએ પાણીનો કકળાટ નથી જોયો.😛
બાકી હવે વિચારવાનુ તમારે.....!!!
તણખો:- મારા ઘરનાં બન્ને પાણીનાં ટાંકામાં ગયા ચોમાસે ૭૦૦૦૦ લીટર પાણી સંગ્રહ કર્યું હતું.બાકી ધોધમાર વરસાદનું પાણી બધું જ છૂટું નાળા,તળાવ,નદી,રણ,સમુદ્રમાં વહી ગયું.ખાડા ખાબોચિયાનું પાણી બાષ્પીભવન!!😊😊😊
હજુ આપણે કાર,બસ,ટ્રેકટર,ટ્રક,બૂટ,ચંપલ,બ્યુટી પાર્લર,દુકાનની ટાઇલ્સ સાફ કરવા પોતાં,વોશિંગ મશીન,રસાયણ કારખાનાં,કાપડ કારખાનાં,ઈટ ઉદ્યોગ,હોટલ,ટ્રેનમાં વપરાતા જથ્થાની ગણતરી હજુ આમાં લીધી નથી.
- વાત્ત્સલ્ય

😛મનાવો હવે વિશ્વ જળ દિવસ😛

Gujarati Questions by वात्सल्य : 111923497

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now