નફો કરતી દુનિયામાં,
હું મોટી ખોટ ખાઈને,
પ્રેમને વહેંચવા નિકળ્યો છું,
નકાબ પહેરતી દુનિયામાં,
હું ખૂબ અંદરથી રડીને,
સ્મિત સજાવવા નિકળ્યો છું,
ખોટું ચીંધતી દુનિયામાં,
હું રસ્તાઓ પર થાકીને,
રાહ બતાડવા નિકળ્યો છું,
જુઠ્ઠું બોલતી દુનિયામાં,
હું ઘણાં ઘાવ સહન કરીને,
સત્યને ઓળખાવવા નિકળ્યો છું,
આ વિસમતાની દુનિયામાં,
હું એક મોટું મન રાખીને,
સમતા રાખવાં નિકળ્યો છું..
મનોજ નાવડીયા