ચરર ચરર મારુ ચકડોલ ચાલે
ચક્કડ ચુ ચી
ચકડ ચુ ચી ચી ચાલે !
આજ રોકડા ને ઉધાર કાલે.
કોરસ:ચરર ચરર મારુ ચકડોલ ચાલે!
ચક્કડ ચુ ચી
ચક્કડ ચુ ચી ચી ચલે
આજ રોકડા ને ઉધાર કાલે
ઓ લાલ ફેટા વાળા ઓ સોમા ભાઈ ના સાળા
ઓ કરસન કાકા કાળા ઓ ભૂરી બંડી વાળા
ઓ હો લાલ ફેંટા વાળા ઓ સોમા ભાઈ ના સાળા
ઓ કરસન કાકા કાળા ઓ ભૂરી બંડી વાળા
મારુ ચકડોલ ચાલે
કોરસ: ચકડોલ ચાલે
ચક્કડ ચુ ચી ચી
ચક્કડ ચુ ચી ચી ચાલે
આજ રોકડા ને ઉધાર કાલે.
કોરસ: ચરર ચરર
મારુ ચકડોલ ચાલે
ચકડ ચુ ચી ચી,
ચકડ ચુ ચી ચી ચાલે
આજ રોકડા ને ઉધાર કાલે
ઓ હો.. અત્તર પથ્થર
હવા મા અધ્ધર
આ નાનો હિચકો હાલે…..,
નાના મોટા સારા ખોટા બેસી અંદર મહાલે
અરે બે પૈસા મા બબલો જોને,
આસમાન મા ઉડે
ચકડ ચુ ચી ચી,
ચકડ ચુ ચી ચી ચાલે
આજ રોકડા ને ઉધાર કાલે.
ચકડોલ ચડે ઊંચે નિચે,
એવુ જીવતર ચડતુ પડતુ,
ઘડી મા ઉપર, ઘડી મા નીચે વિશિષ્ટ...
ભાગ્ય સહુ નુ આવું. ફરતુ,.
શું દુઃખ ભુલી ને સુખ થી ઝુલો,
નસીબ નવી સાદે
ચકડ ચુ ચી ચી,
ચકડ ચુ ચી ચી ચાલે
આજ રોકડા ને ઉધાર કાલે.
કોરસ: ચરર ચરર
મારુ ચકડોલ ચાલે
ચકડ ચુ ચી ચી,
ચકડ ચુ ચી ચી ચાલે
આજ રોકડા ને ઉધાર કાલે.
આભાર અને સાદર
@Atul_Popat
🙏🏻