એકમેકની વાતને મનમાં લેવાનું તું છોડી દે
જે થાય છે એ જ યથાયોગ્ય એમ મનને શીખવી દે
જે થયું તે પત્યું હવે વારંવાર વિચારવું ત્યજી દે
ભૂલથી કર્યું કે કપટથી એને હવે તું માફ કરી દે
લાખ ચોર્યાસી ફયૉ હવે ભમવાનુ છોડી દે
મોહની માયાને સમેટી જાત પ્રભુને અર્પી દે
જીવતા જીવમા ન દીખે પ્રભુ તો શોધવાનુ ત્યજી દે
દોસ્ત! શોધી શકે તો જાતમાં જો ખોટુ કળગરવાનુ છોડી દે.
-Falguni Dost