સ્થાહી હતું જીવન શાંત પાણી સમાન,
અચાનક થયો કાંકરી ચાળો,
કોણે કર્યો? કેમ કર્યો? ક્યાં કારણથી કર્યો?
પ્રશ્ન બધા જ એમ જ રહ્યા.. અને,
વણઉકેલ પ્રશ્નથી જીવન ફસાયું વમળમાં,
સંયોગ હતો કે હતું કાવતરું?
કે, કિસ્મતની કોઈ અનિચ્છનીય વેળા...
દોસ્ત! છે એ બસ આમ જ બની ગયું હતું.
-Falguni Dost