Gujarati Quote in Song by Umakant

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ...!”


સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ...!”
રાજા રાણા અક્કડ શેંના ? વિસાત શી તમ રાજ્ય તણી
કઇ સત્તા પર કૂદકા મારો ? લાખ કોટિના ભલે ધણી
લાખ તો મૂઠી રાખ બરાબર કોડ છોડશે સરવાળે
સત્તા સૂકા ઘાસ બરાબર બળી આસપાસે બાળે
ચક્રવતી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

ક્યાં છે રાજ્યરાજન આગળના દિવ્ય કહું જે દેવસ્થાન,
શોધ્યાં ન મળે સ્થાનદશા કે ન મળે શોધ્યાં નામનિશાન.
લેવો દાખલો ઈરાનનો જે પૂર્વ પ્રજામાં પામ્યું માન
ચોગમ જેની ધજા ઊડી રહી રૃસ રોમ ને હિન્દુસ્તાન
હાલ વ્હીલું વેરાન ખંડિયેર શોક સાડી શું પહેરી એ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

ક્યાં જમશેદ ફરેહન ખુશરો ક્યાં અરદેશર બાબેગાન
રૃસ્તમ જેવા શૂરવીર ક્યાં નહિ તુજને મુજને તેનું ભાન
ખબર નહિ યુનાની સિકંદર કે રૃમી સીઝર ક્યાં ગૂમ
અવનિ કે આકાશ કહે નહિ ભલે ભવ સારો મારો બૂમ
હશે કહિંક તો હાથ જોડી ઊભા કિરતાર કચેરીએ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

રામકૃષ્ણ નરસિંહ પરશુરામ દશ અવતાર થયા અલોપ,
વિક્રમ જેવા વીર રાજનો ખમે કાળનો કેવો કોપ
ક્યાં મહમદ ગઝની ક્યાં અકબર રજપૂત વીર શિવાજી ક્યાં
રાજપાટના ધણી ધુરંધર આજ યુધ્ધની બાજી ક્યાં
રાજમહેલમાં ઢોર ફરે ને કબર તો કૂતરે ઘેરી એ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

ક્યાં છે નેપોલિયન ચીલઝડપિયો જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ
અતિલોભનો ભોગ બિચારો અંતે વલખા મારે પંડ
સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ સ્વપ્નાં કે સાચે ઈતિહાસ
નહિ સમજાતું નિશ્ચિયપૂર્વક ઊડી ગયા જ્યાં શ્વાસોચ્છ્વાસ
વિજયરૃપી એ સડો શું લાગ્યો વિજયવાયુ બહુ ઝેરી એ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

ક્યાં ગઇ ફૂટડી ક્લિયોપેટ્રા ક્યાં છે એન્ટની સહેલાણી
જંતુ ખાય કે વળગે જાળાં ભમરા ફીટ કહે કહાણી
કબર ગીધડાં ખણે ખોતરે શિયાળ સમાધી પર બેસે
સંત શરમથી નીચું જુએ મહારાજ કોને કહેશે
જંતુ ખાય કે વળગે જાળાં ભમરા કીટ કહે કહાણી
કબર ગીધડાં ખણે ખોતરે શિયાળ સમાધી પર બેસે
સંત શરમથી નીચું જુએ મહારાજ કોને કહેશે
રાજ્યપતિ રજકણથી નાનો છે આયુષ આખેરીએ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

દીઠાં સ્મારકસ્થાન ઘણાએ કીર્તિકોટ આકાશ ચડયા
ખરતાં ખરતાં પથ્થર બાકી ચૂના માટીએ જકડયા
દિલ્હી આગ્રા કનોજ કાશી ઉજ્જૈન ઉજ્જળતા નાસી
રૃમ શામ ને ઈરાન ઉજ્જડ રડે ગળામાં લઇ ફાંસી
તવારીખનાં ચિહ્ન ન જાણે કાંઇ જાણે બધી મશ્કરી એ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

દીઠાં અયોધ્યા બેટ દ્વારિકા નાથદ્વાર ને હરદ્વારી
ઘરને આંગણે સુરત દેખતાં છાતી ધબકે છે મારી
ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શાં હાથ કાળના કાળા કેર
દખ્ખણને દુ:ખમાં દેખી શત્રુ આંખ વિશે પણ આવેફેર
હજી જોવી શી બાકી નિશાની રહી રે વિનાશ કેરી એ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

કોટી ગણાં તુથી મોટા તે ખોટા પડી ગયા વિસરાઇ
શી તારી સત્તા રે રાજા સિંહ સમીપ ચકલી તુ ભાઇ
રજકણ તું હિમાલય પાસે વાયુ વાય જરી જોર થકી
ઈશ્વર જાણે ઊડી જશે ક્યાં શોધો મળવાનો ન નકી
શક્તિ વહેજા સત્તા પડછાયો હા છાયા રૃપેરી એ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

દ્રવ્ય મટોડું હિંમત કુમતિ ડહાપણ કાદવનું ડહોળું
માનપાન પાણી પરપોટો કુળ અભિમાન કહું પોલું
આગળ પાછળ જોને રાજા સત્તાધિશ કે કોટિપતિ
રંક ગમે તેવો દરદી પણ મરશે નહિ તે તારી વતી
ભૂલાઇ જવું મરવે એ બહુ દુ:ખ સર્જ્યું કાળ નમેરીએ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.

કુલીન કુળમાં કજાત પુત્રો પ્રગટ દિસે આ દુનિયામાં
બળિયા વંશજ જુઓ બાયલા રોગી નિરોગીની જગ્યામાં
સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ નીચેથી ઉપર ચઢતું
ચઢે તે થકી બમણે વેગે પૃથ્વી પર પટકાઇ પડતું
શી કહું કાળ અજબ બલિહારી વિદુરમુખી તુજ લહેરી એ
સગાં દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ.
- બહેરામજી મલબારી
🙏🏻

Gujarati Song by Umakant : 111920732
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now