દીકરી મારી ઘરમાં હસે,
ને દેવતાઓ મારા દિલમાં વસે !
ખુશીઓ કાયમ હિંચકે ઝૂલે,
હસતી દીકરી ઘરમાં હશે !
સાચું કહું તો અજંપો રહેતો ;
અધૂરપ ને ખાલીપો ના જતો !
દિવસ ભરનો થાક કદીયે,
દીકરી વગરના ઘરમાં ના ઉતરતો !
કેમકે હવે સાચું સમજાય છે,
એ વખતે હસતો ચહેરો ક્યાં હતો ?
પપ્પા પપ્પા આવી ગયા હસતી કહેતી ;
એ સાંભળતાં દીકરીને જોતાં ચહેરો હસતો !
જો એકાદ દીકરી હોય ને ઘરમાં,
જીવન આખું દીવાની જરૂર ના પડે.
તીર્થસ્થાન ફરી ફરીને પુણ્ય પામવા,
ધર્મ કર્મ કરવા જવાની જરૂર ના પડે !
- હિતેન પટેલ ...