કેવી પરિભાષા આપણા શબ્દોની!
અર્થ તું બને છે જ્યારે શબ્દો મારા છે!
આ તે કેવી લાગણી આપણી આંખોની!
વરસે તારા નયન પલળે મારી પાંપણ!
આ તે કેવા પગરવ સંભળાય મનને !
રણકી પાયલ મારી ને થરકે તારાં પગ!
આ તે કેવી મુસ્કાન આપણા ચહેરાની!
અરિસો હું જોવ ને મલકાઈ તારા હોઠ!
કેટલી વેદનાં સંવેદના પાળી જીવનમાં!
છતાં કલ્પનામાં જીવ્યા આપણે સંગાથે!
વસંત ની બહાર થઈ તું જીવનમાં ખીલતો!
હું લાગણીની વેલ થઈ તને વિંટળાઈ!
અદકેરું જીવન આપણું ખુશીથી મહેકતું!
નથી તું મારી આસપાસ કે નથી હું તારું જીવન..!