પિયર……
પિયર એટલે દીકરીના મનનું એવું
બારણું કે જે એને માટે હંમેશાં ખુલ્લું જ હોય
પિયર એટલે દીકરીના મનનું એવું
ઢાંકણું કે એના મનનાં તમામ રહસ્યો ને ઢાંકે .
પિયર એટલે દીકરીના તડકાનો છાંયો
પિયર એટલે દીકરીના ઘડતરનો પાયો
પિયર એટલે માનો ખોળો
પિયર એટલે આનંદની છોળો.
… ચારૂબહેન દોશી