મારા શ્વાસમાં તારો વિશ્વાસ ભળ્યો નહીં.
શૂન્યને આશા નો અવકાશ મળ્યો નહીં.
હક્ક એ અપેક્ષા નો રસ્તો શોધ્યો નહીં.
હજુ પીડા ને આવકારવા સબંધો બન્યા નહીં.
આંખો ને જોવા મેઘ હજુ વરસ્યો નહીં.
બાદબાકી નો સરવાળો હજુ થયો નહીં.
સ્પર્શ થયા વગર અહેસાસ વધ્યો નહીં.
ભટકેલા રસ્તાની મંઝિલ હજુ મળી નહીં.
ભૂલ થઈ વેદના ને માણસ શોધવામાં....
આ ભૂલની ભરપાઈ જિંદગીભર થઈ નહીં.
શબ્દોમાં શ્વાસ રુધાતો ગયો વેદના નો..
આમ જ આત્મા વેર વિખેર બનતો ગયો...