બે દિવસ પહેલાં વિસનગરના તરભ ગામે વાળીનાથ મંદિરે વાળીનાથ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઇ.આજે દર્શનાર્થીઓનો પણ ઘણો ધસારો હતો.ખૂબ વિશાળ અને તરભની ગામતળમાં આવો ભવ્ય કાર્યક્રમ અગાઉ પણ થયો હતો.આ ભૂમિ પર જઈએ તો અલગ પ્રકારની પ્રતીતિ થાય છે.રેતાળ પ્રદેશ અને રૂપેણ નદીનો શ્રાવ્ય પ્રદેશ એટલે આ ભૂમિ પર ઐઠોર ગામે ગણપતિ,ઊંઝામાં ઉમિયા માતાજી દાસજ ગામે બિરાજેલ ગોગ મહારાજનું ભવ્ય તીર્થ તેમજ ઉનાવા ખાતે મીરા દાતારની દરગાહ,મહેરવાડા મહાકાળી માતા એટલે આ બધું એક દિવસમાંજ દર્શન થાય એટલા નાનાં ક્ષેત્રમાં આ તીર્થંધામ આકાર લઇ ચુક્યાં છે.હું આજે આ નવા ધાર્મિક તીર્થંની મુલાકાત લઇ આવ્યો.જમવા,રહેવા સાથેની સુવિધાયુક્ત સંકુલનાં દર્શન એક દિવસ માટે પરિવાર સાથે કાર્યક્રમ થઇ શકે.
- वात्सल्य