વ્હાલથી મને ન ભર ક્ષણિક આમ બાથમાં,
સુગંધ છું, શ્વાસોમાં ભરી રાખી લે સંગાથમાં.
કિનારેથી મોજાની વધઘટની ચિંતા ન કર વાતમાં,
સમુંદર છું, સ્નેહ હોય તો ડૂબી જા મુજ જાતમાં.
વાટ જોવામાં વસંતની ,વ્યર્થ ન વેડફી દે વખત,
પાનખર છું, સૂકા પર્ણોનાં સ્વરથી ભરી લે મનોજગત.
ન મળીશ મને તું, કોઈ ઉપચાર સમ દેવા રાહત ,
ખુશ છું, મેળવી આ દર્દમાં સાથે હોવાની ચાહત.
સોનેરી સપનાઓ સજાવી , બાંધ ન વચન કે વાયદામાં,
વિચાર છું, હું પોતે પણ ક્યાં રહું છું પોતાના કાયદામાં.
✍️ સરગમ
-Priyanka Chauhan