સમજણ એટલી સમજની વધતી જાય છે.
કે લાગણીના બંધનો પણ વધતા જાય છે.
સાચા-ખોટા ના ભાવ હવે નિરર્થક થતા જાય છે.
આપણા જ આપણને દઝાડતાં જાય છે.
શબ્દોને તો અમે મૌનમાં છુપાવતા જાય છે.
પણ આ આંખોને ક્યાં ફેરવતા જાય છે.
હૃદયની થતી ઉઘરાણીમાં ઘણી સજા વહેતી જાય છે.
કહે છે સૌ જલસા નો મહેલ અમે બાંધતા જાય છે.
કેટલું સાચવે વેદનાં હવે તો હળવાશ સરતી જાય છે.
આતમ નો વિશ્વાસ હવે ઠગારો થતો જાય છે.
દુનિયાની રસમ આગળ પ્રણય જુકતો જાય છે.
સ્મરણ તમારું હવે જિંદગીમાં ઓગળતું જાય છે.