વિશ્વ માતૃભાષા દિવસ (21/02/2024)
અભણ આદિ કવિ અખિલ બ્રહ્માંડે ગુંજે,
ઘૂમે નાદ નરસિંહનો, કરતાલ નરસિંહની.
પ્રેમાનંદના અમર આખ્યાન નળ-દમયંતી,
નર્મદ ની વાણી વદે, મારી હકીકત ગુજરાતી.
પાટણની પ્રભુતા બોલે સિદ્ધરાજ ની જય,
કીર્તિ ગાથા અમર રહેશે ગુજરાતના નાથની.
હું માનવી માનવ થાઉં તો ઘણું,
કલમ સરિતા નીકળે, ઉમાશંકર જોશી ની.
નિર્મળ વહે નર્મદા જ્યાં સરિતા સદા,
ત્યાંથી વહે સરવાણી,મધુર ભાષા ગુજરાતીની.
દલપત જેવું હેત માતનું કોણ વર્ણવી શકે ?
બોટાદકરની જનનીની જોડ નહીં જડે રે લોલ.
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા કોણ ગાઈ શકે,
શોર્ય રસ ને રગ-રગમાં મેઘાણી જ પાઈ શકે.
ખમીરવંત પ્રજા ગુજરાતની, નમણાં નર-નાર,
સીધુ સાદું જીવન એમનું નહીં ખોટી ભરમાર.
વેપાર વાણિજ્યમાં નંબર વન છે ગુજરાતી,
ધર્મ પ્રિય અને ઉત્સવ પ્રિય બંને છે ગુજરાતી.
©® ડો.દમયંતી ભટ્ટ
વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.💐🙏💐