માતૃભાષા
અક્ષર અક્ષર ને શણગારી બનાવ્યા
શબ્દો.
અક્ષર ના મસ્તકે મુકી બિદી.
અક્ષર ના હાથમાં સોંપી લાકડી.
આગળ પાછળ
આપ્યા રસવ ઇ
દીધૅવ ઇ
ના ટેકા.
નીચે પહેરાવ્યા
રસવ ઇ દીધૅઈ ના બુટ.
આ રીતે બન્યા શબ્દો.
શબ્દો શણગારી બનાવ્યા વાકયો.
અલંકારો સજી બનાવી કવિતા. અને અલંકારિક ભાષા.
આ આપણી માતૃભાષા.
આપણને લાગે વહાલી.
-Chhaya Shah