લાવ હથેળી એક નામ લખી દઉં.
હૈયા પર એક ધબકાર મૂકી દઉ.
સરનામાની એક લકીર ખેંચી દઉં.
આંખો માં મારી પ્રીત ઘોળી દઉં.
હાસ્યની રેખામાં લાલાશ ભરી દઉં.
ચાંદ ની ચાંદની માં મુખ છુપાવી દઉં.
હળવાશ થી ખભા પર માથું ઢાળી દઉં.
થોડા સમય માટે તને મારામાં જીવી લઉં
દેહની આંટીઘુટી માંથી શ્વાસ ભરી લઉં.
વેદના ના લય સાથે તારા પ્રલયમાં જીવી લઉં.